આવો સત્સંગ માઁ: વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 1 to 5 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 1 to 5 | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 1 to 5 | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Anand-No-Garbo-Meaning-1-to-5-Gujarati
Anand-No-Garbo-Meaning-1-to-5-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 1 થી 5 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.


ૐ શ્રી બહુચર માતાને નમઃ

ૐ હ્રીં ક્લીમ્ બહુચર માતાયે નમઃ 

 


આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા

ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા  || ૧ ||


શ્રી બહુચર માં આપે મને અનાયાસે પરિશ્રમ વગર સન્મુખ દશૅન આપી મારૂં જીવન ધન્ય બનાવ્યું. તેથી મારા મનની અંદર ધણોજ આનંદ થયો છે. કેમકે હું અભણ હોવા છતાં આપે મારી જીભના અગ્રેસર ભાગે બિરાજીને કાવ્ય શક્તિ આપી અને આનંદનો ગરબો ગાવાની પ્રેરણા કરી " માં " તારાં ગુણગાન ગરબા છંદ ગાવાથી હું ધણોજ આનંદિત થયો છું || ૧ ||

 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ 


અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા

છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા  || ૨  ||


શ્રી બહુચર માં આમ ભક્તની ઈચ્છાના પાલક હોવાથી તેના મનની આશાઓ પૂર્ણ કરે છે.આપનો ભક્ત આળપંપાળ લવારા જેવી વિનંતી મનમાં દ્વઠમનોબળ અને શ્રાધ્ધપૂવૅક ઈચ્છા રાખીને પ્રાથના પૂર્ણ માંગણી કરે છે. હે માડી મને સદાકાળ સજીવન રહેનારી મધુર વાણી આપો.જે વાણી વાચકોને આનંદ આપે || ૨  ||


સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા

બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા.  || ૩ ||


શ્રી બહુચર માં આપ સ્વગૅલોક, મુત્યુલોક અને પાતાળલોક આ ત્રણેય લોકમાં રહેતા દરેક ચરાચર પ્રાણી પ્રદાથૅ અણું અણું માં તારો નિવાસ છે. જ્યાં તારો નિવાસ હોય તે પ્રાણી પ્રદાથૅ અંદર તાકાત છે. આપ સવૅશક્તિમાન છો. તેથી હે માં તારા બાળને તારા ગુણ ગાવાની અને નવજીવન અદભુત આપી છે. મને તારો દાસ ગણી મારો હાથ પકડી પાતાળ, મુત્યુલોક અને સ્વગૅલોક ઉલંધી મોક્ષ પ્રાપ્તિ થાય તેવી આજીજી કરૂં છું|| ૩ ||

શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  


તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા

અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા  || ૪  ||


જય શ્રી બહુચર માં હું અજ્ઞાની હોવાથી અથૅ વગર અને સંગીત વિહિન શબ્દોથી જે ઉચ્ચાર કરૂં છું. તોપણ આપણે તે શબ્દને હ્રદયપૂણૅ માની મનેચ્છા પૂર્ણ કરો છો. માની સમક્ષ બાળક તોતળાતી ભાષા બોલે તો પણ બાળકની અન્ન માગે છે. તે સમજી તેની મનેચ્છા પુરી કરે છે. કથનુ મૂળ છે કે સ્તુતિ કરવાની ઈચ્છા હંમેશા લક્ષમાં રાખીને કરો તો ઈચ્છા માં સદા પુરી કરે છે|| ૪  || 


નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા

કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા  || ૫  ||


જય શ્રી બહુચર માં માંડી કવિઓમાં હું જ કાંઈ છું એટલેકે મને ખોટો ગવૅ છે.અને આવા અભિમાન થી સ્તુતિ કાવ્ય કરવા આગળ જાઉં છું તે મારી મોટી ભુલ છે. ઊંધું કએ સીધું અવળું કે સવળું વાક્ય સાચું છે કે ખોટું તે પણ હું જાણતો નથી. છતાં કવિ ગણાવવાની ખાતર આ કાવ્ય કહેતા ઉતાવળો થયો છું. તે ખરેખર ભુલ ભરેલુ છે. ભક્તનું કહેવું છે કે કઈ કવિતા અલંકાર યુક્ત સુંદર છે. નિરસ છે કે રસરંજન છે. કણૅપ્રિય છે વાક્યો છે કે અથૅ વગરના છે. ધમૅના અથૅ વગેરે પણ વિચારી શકતો નથી. અને કવિનું હું પદ લેવા નિકળ્યો છું તે મારી ભૂલ છે કે માટે મારામાં દોષનો એક ભાગ છુપાયેલો છે || ૫  ||

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 6 થી 10 છંદ નો અથૅ ‌નો આવો થાય છે .


ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર 

 

 હનુમાન જંજીરો પાઠથી સ્ત્રી સવૅ રોગ નાશ પામે છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...