આવો સત્સંગ માઁ: વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 16 to 20 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 16 to 20 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16  થી  20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 16 to 20 Gujarati |  #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

anand-no-garbo-meaning-16-to-20-Gujarati
anand-no-garbo-meaning-16-to-20-Gujarati
  

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  ગુજરાતી લખાણ સાથે 


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 16 થી 20 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.

ૐ શ્રી બહુચર માતાયે નમઃ

ૐ હ્રીં ક્લીમ્ બહુચર માં નમઃ 

 

શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા  || ૧૬ ||

જય શ્રી બહુચર માં  માડી આપ વિશ્વજનની એ સૃષ્ટિ રચવાની સહજ સ્વભાવે અલ્પ વિચારણા કરી જેથી જરા જેટલી દયા દ્રષ્ટિ ની કરૂણા શક્તિ વડે કોટી કલ્પ ની રચના રચાઈ. કદાચિત્ત બ્રાહ્મા જેવા આપ શક્તિ પ્રભા વિના સૃષ્ટિ રચવા ઉધમ આદરતા તોપણ કશું બની શકત જ નહીં કેમકે એ તો આપની પ્રભાવશક્તિ માં જ સત્તા સમાયેલી છે... || ૧૬ ||



 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

માતંગી મન મુક્ત, રમવા કીધું મન માં
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન માં. || ૧૭ ||

જય શ્રી બહુચર માં  માડી આપ માતની વિચાર સૃષ્ટિની ઈચ્છા શક્તિએ મુક્ત સૃષ્ટિ સરજનરૂપે રમત રમવાનું વિચાર્યું. સાચું શું ખોટું શું , ધમૅ શું? તેનો જગત ને પરિચય આપવા માટે સાત સ્વર્ગ અને સાત પાતાળનું સજૅન કયું. ભૂ , ભુવઃ ,  સવ: , મહ, જન, તપ, સત્ય, અતળ , વિતળ , સુતળ, રસાતળ , તળાતળ , મહાતળ, અને પાતાળ આ પ્રમાણે ચૌદ લોક સર્જ્યા છે... || ૧૭ ||

 

નીર ગગન ભૂ તેજ, હેત કરી નિર્મ્યા મા
માત વશ જે છે જ, ભાંડ કરી ભર્મ્યા મા  || ૧૮ ||

જય શ્રી બહુચર માં   માડી તેમાં આપે સવૅથી પ્રથમ સકળ વસ્તુને ગતિ આપનાર કિંવા મર્યાદા માં રાખનાર પંચતત્વ એટલે કે પૃથ્વી , પાણી , આકાશ ,તેજ અને વાયુઓનું સ્વાભાવિક સ્નેહસહ નિર્માણ કર્યું અને વશ જે છે જ એટલે કે વસ્તુ સ્વરૂપે જે જે છે તે બ્રાહ્માડ કરી ભ્રમણ કરતાં કર્યું કેમકે એઓની સતા વિના કોઈ યંત્ર મંત્ર તંત્ર પ્રાણી પદાથૅ વગેરેનું અસ્તિત્વ સંચાલન કાયૅક્રમ નીભીજ શકતા નથી... || ૧૮ ||


 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ



તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા
ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા || ૧૯ ||

જય શ્રી બહુચર માં   માડી પંચતત્વાદિ નિમ્યૉ પછી આપ શ્રીમતિયે પોતાના દેહ મારફતે ત્રણ્ય શરીરની ત્રિપુટી માયારૂપ સજૅનહાર , પાલનહાર અને નિયમ ભંગ કરનારનો નાશ કરનાર એમ સ્તિતિ પાલન અને લયકારક સંસારલીલા રચી એટલે કે બ્રાહ્મા , વિષ્ણુ અને શિવના અંશાવતાર કરી જગતના નિયમો જીવન આપ્યું... || ૧૯ ||



પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક મા
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા. || ૨૦ ||

જય શ્રી બહુચર માં   માડી તેમાં આપે સવૅથી પ્રથમ બ્રાહ્માને વાણી શક્તિ દ્વારા ચાર વેદના ઉચ્ચાર કરવાની પ્રેરણા કરી એટલે કે ઋગ્વેદ , યજુર્વેદ , સામવેદ , અને અથૅવવેદ એમ આપ ઈશ્વરી પ્રણીત વેદ વચનના વ્યવહારમાં મૂક્યાં અને તે દ્વારા સમસ્ત ધમૅ ફરજના ભેદ વિભાગ એટલે કે વિધાનો તથા કળાઓ એટલે કે પુરુષ ની ૭૨ અને સ્ત્રી ની ૬૪ કળાઓ છે તે તથા સારાસાર , કૃત્યાકૃત્ય , ગમ્યાગમ્ય , યોગ્યાયોગ્ય , ભૂક્ષ્યાભક્ષ્ય , પેયાપેપ, વગેરે સવૅ જણાવી માનવોને વિધિ નિષેધાદિ લાયક ધમૅ કમૅ મમૅ સિદ્ધાંતો  ભણાવવાઅનો કમ દશૉવ્યો... || ૨૦ ||

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...