આવો સત્સંગ માઁ: વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 21 to 25 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 21 to 25 Gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના  21 થી  25 છંદ નો અથૅ ‌નો આવો થાય છે | Anand No Garbo Meaning 21 to 25 Gujarati | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

anand-no-garbo-meaning-21-to-25-Gujarati
anand-no-garbo-meaning-21-to-25-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું ભક્ત વલ્લભ ભટ્ટ રચિત માં બહુચર પરમ ભક્તિ કરવાનો આનંદ નો ગરબા ગુજરાતી માં અથૅ. 

શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


આનંદ નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો તથા સવૅ શ્રેષ્ઠ પાઠ માનવામા આવે છે. આનંદ ના ગરબા ની રચના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી ત્યારે એ સમયેએમની ઉમંર 13 વષૅ ની હતી એવું કહેવાય છે. માં બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી હતી. આનંદ ના ગરબા કુલ 118 છંદ નો છે અને દરેક છંદ નો અલગ અલગ મહત્વ અને અથૅ થાય છે. તો ચાલો આજે આપણે જાણીયે 21 થી 25 છંદ નો અથૅ. દરેક છંદ અને તેની નીચે દરેક નો અથૅ કહેવામાં આવ્યો છે.

ૐ હ્રીં ક્લીમ્ બહુચર માતાયે નમઃ

ૐ શ્રી બહુચર માતાયે નમઃ  

પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો મા
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો મા  || ૨૧ ||

જય શ્રી બહુચર માં   માડી પંચ મહાભૂતોમાથી સવૅ શક્તિ ઓ પ્રગટ થઈ જે પાંચ તત્વો , પાંચ ઇંદ્રિયોને પાંચ જ્ઞાને થયો તે સિવાય , મન ,રૂપ , ગંધ , અહંકાર, રસ, શબ્દ , સ્પશૅ , મહત્વ, માયા તથા ઈશ્વર વગેરે આ દરેકમાં જે કાંઈ કરવાની શક્તિ છે. તે માં તારા આધિન છે. માં તારી શક્તિ સંયોગથી કાયૅ માં તલ્લીન થવાય છે... || ૨૧ ||


માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 

 

મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી મા
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા. || ૨૨ ||

જય શ્રી બહુચર માં   માડી દરેક પ્રમાણસર જગતનું મંડાણ આપના પ્રતાપથી જ થયેલ છે. જડ પ્રાણીઓની અંદર આપ બિરાજમાન છો. જગતની સવૅ શક્તિઓનુ ઉદભવ સ્થાન આપ છો.... || ૨૨ ||



 

જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન મા
બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન મા  || ૨૩ ||

જય શ્રી બહુચર માં   માડી પ્રલયકાર સમયે જળશાયી શેષ શય્યા પર નારાયણ ભગવાન મૂળ પ્રકૃતિમય પોઢેલ હતાં. તે સમયે અંતરિક્ષમાં તેમનાં શરીર ને ખોળામાં રાખી નિરાધાર ના આધાર બની રક્ષણ કર્યું હતું આમ શક્તિ મહાત્મ્ય આભાર માનતું વણૅન કરવામાં આવ્યું છે... || ૨૩ ||


 

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ


વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો મા
ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા  || ૨૪ ||

જય શ્રી બહુચર માં  માડી વિશાળ આકાશમાં સુંદર રચાનાત્મક અનેક બ્રાહ્મંડનો ઠાઠ મુક્યો છે. પરંતુ દરેકમાં સરખો ધાટ હોય તેવું દેખાવા રૂપ જ છે. આપની તેજ શક્તિથી તે ઠાઠમાઠ દેખાય છે. તે બધા કાચા કાચ જેવા ક્ષણિક છે. આ શરીરરૂપ કાચ ધણોજ કાચો બનાવ્યો છે.... || ૨૪ ||



અજ રજ ગુણ અવતાર, આકારે આણી મા
નિર્મિત હત નર્નાર, નખ શિખ નારાયણી મા || ૨૫ ||

જય શ્રી બહુચર માં  માડી જગતની સૃષ્ટિ ફળદાયક શક્તિઓ ગુણ સમૂહ સ્વરૂપે જીવન આકારે નિમૉણ કરેલો છે. પગથી માથા સુધી શ્રોતા અને ભોક્તા શરીર તરીકે આપ જ નારાયણી વસેલાં છો.... || ૨૫ ||

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 16 થી 20 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...